Sunday, September 8, 2013

મારો અગીયારમો પત્ર


પ્રિય પપ્પા..
મને ખબર છે કે તમે મારા મેઇલ અને મારી ફ્રેન્ડ સાથે ના ચેટ વાંચી લીધા છે.. પપ્પા તમે મને કંઇ જ ન કહ્યુ ..પણ હા ચુપ થઇ ગયા છો કે મારી દીકરી નેટ પર બેસીને આ બધુ શું કરે છે ? મને પહેલા તો તમારી પર ગુસ્સો આવ્યો કે તમે મારુ લેપટોપ ચેક કેવી રીતે કરી શકો ? તમને શું હક્ક છે મારા ચેટ વાંચવાનો ? પણ મારી મિત્ર ને મે બધુ કહ્યુ તો એણે કહ્યુ "સાંભળ , એ તારા માતા પિતા છે અને એમને બધો હક્ક છે.. " પછી મે પણ આ બાબતે વિચાર કર્યો. તો મને લાગ્યુ કે હા વાત તો સાચી છે.. પણ ૨૮ વર્ષની દીકરી નાં મેઇલ???? મારા મગજ માં હજી વાત નથી બેસતી .. જો હું પરણેલી હોત તો ? તમને શું ખબર હોત, કે હું શું કરુ છુ ? આ તો મારા લગ્ન નથી થયા એટલે તમે જોયુ.. પણ પપ્પા તમને નથી લાગતુ કે તમે આ જે કર્યુ એ ખોટુ કર્યું. જુવાન દીકરી , હવે તો હુ જુવાની મા પણ નથી રહી ..દીકરી નાં લેપટોપ ને હાથ ન જ અડાડાય.ચલો હવે વાંચી જ લીધુ છે તો એનો પણ ખુલાસો કરી લઉ.. તમે મને હજારો વાર પુછ્યું છે કે " જો કોઇ સાથે પ્રેમ હોય તો મને કહી દે " મે હંમેશ ના પાડી છે . પણ પપ્પા તમને નથી લાગતુ જ્યારે તમને મારી માટે છોકરો ન મળ્યો ત્યારે તમે મને પુછ્યુ.. આ જ વાત જ્યારે હુ ૨૨ વર્ષની હતી ત્યારે પુછ્યુ હોત તો કદાચ મારા લગ્ન થઇ ગયા. પણ તમે ત્યારે તમારા સિધ્ધાંત નાં પાક્કા હતા કે બીજી નાતનો છોકરો લઈ આવીશ તો હુ પોતે પણ મરી જઇશ અને તને પણ મારી નાંખીશ્.. પપ્પા હુ તો એ છોકરા સાથે અમેરીકા ચાલી ગઈ હોત તો તમે મને ક્યાં કાંઇ કરી શકવાનાં હતા પણ તમને દુખી કરીને મારે ઘર નહોતુ વસાવવુ..એટલે મે એ વિચાર એક બાજુ મુકી દીધો પણ મારી કોલેજનાં એ ક્રીસ્ચન છોકરા જેવો હોંશિયાર છોકરો મને ક્યાંય ન મળ્યો..કોલેજ પુરી થઇ . ઘરે બેસવાનું હતુ .. ધીરે ધીરે હું તમારી સાથે તમારી ઓફીસે આવવા લાગી ..ત્યાં મન પરોવવાની કોશિશ કરી પણ કાંઇ ગમતુ ન હતુ.. રાત પડે એટલે રોજ એકલવાયુ લાગે. કંઇ ગમે નહી . એક વાર ફેસબુક માં એક મિત્ર મળી , મિત્રતા વધતી ગઈ .. તે બે બચ્ચાઓ ની માતા હતી.તેણે મને બહુ પ્રેમ આપ્યોં. એક સખી તરીકે , મારા કરતા તે દસ વર્ષ મોટી હતી .. મારા મનની બધી વાતો તે જાણી ગઈ .. મારી એકલતા ને પણ ઓળખી ગઇ.. હવે અમે વીડીયો પર ચેટ કરવા લાગ્યાં. એણે એક વાર મને ચેટમાં કીસ કરી . ને અમારો સંબંધ આગળ વધ્યો.. ને હવે તમે આજે વાંચી જ લીધુ કે કેટલો આગળ વધ્યો. પણ પપ્પા મને કહો એ, સાત સમુંદર પાર રહે છે અમે ક્યારેય મળી પણ નથી શકવાનાં. એ પણ અમને ખબર છે .પણ જો એનાં સાથ થી મારા મન મગજ ને શાંતી મળતી હોય તો એમાં દુનિયાને શું વાંધો છે ? કેટલાયે દેશોમાં તો આવા લગ્ન પણ કાયદેસર બની ગયા છે. પણ આપણૂ ભારત શું કામ આ વાતને સ્વીકારતુ નથી ? હું એક જ વિનંતી કરીશ કે જ્યાં સુધી તમે મારી માટે છોકરો ગોતી ન લ્યો મને પરણાવી ન દ્યો ત્યાં સુધી મને મારી રીતે જીવવા દ્યો અને મને ખુશ રહેવા દ્યો..
તમારી દીકરી

Sunday, September 1, 2013

મારો દસમો પત્ર



માનનિય  વકીલો ( ખાસ આસારામ નાં વકીલ  )

  હા આપની કલા  માટે, આપની ડીગ્રી માટે  અમને માન છે , પણ  એક વાત કહુ , આપ સર્વે જ્યારે કેસ લડો છો ત્યારે કઇક તો જોતા હશો ને ? કે તમે જેની માટે કેસ લડી રહ્યા છો એ
 સાચા છે કે નહી , તમારા લડવાથી કોઇને કોઇ તક્લીફ તો નથી થતી ને. ચલો કાંઇ નહી જોતા હો તો તમે તમારી આત્માને તો જોતા હશો ને ? કે તમે જે કરો છો એ બરોબર છે કે નહી ? કારણ મને બહુ વાર વિચાર આવે કે ક્યારેક મે ઘરમં  હીટ નાંખ્યુ હોય અને એનાથી કોઇ વાંદા કે કોઇને માર્યા હોય તો મને આખી રાત એમ લાગે કે એ વાંદા મારી ઉપર ફરે છે ને હું સુઇ ન શકુ . તો તમને ક્યારેક તો કંઇક ખોટુ કરતા હો તો વિચાર આવે ને.. આસારામનાં વકીલ ને જરા પણ નહી થતુ હોય કે એક નાની દીકરી સાથે જેણે ખોટુ કર્યું હોય એને બચાવાય કેવી રીતે  ? શું આની માટે જ વકીલ  બન્યા  છો..?  પ્લીસ પોતાનાં ભણતરને આવી રીતે ઉપયોગમાં ન લો.. 
આજે તો વિચાર આવે છે કે બધા વકીલો  એ સાથે મળીને કહેવું જોઇયે કે અમે કોઇ આસારામ નો કેસ નહી લડીયે..જો આટલા વખતથી આસારામ બચે છે તો આવા જ કોઇક વકીલ ને લીધે ને..પ્લીસ અંતરાઅત્મા ને જુવો ને પછી કંઇક કામ કરો.. તો જ દુનિયા બદલશે , કોઇ ક્રુષ્ણ  ઉપરથી નીચે નથી આવવાનાં , એની માટે આપણે જ કંઇક કરવુ પડશે.. કેટ્લુ પણ કમાશો ખાવા માટે સવારનાં બે રોટલી ને રાતનાં બે રોટલી જ જોઇયે છે.. 
                                                 લી નીતા કોટેચા.. 

મારો નવમો પત્ર

ઓહોહોહો ન્યુસચેનલવાળાઓ

   મને વિચાર આવે છે કે તમે કેટલા તૂટેલા હશો  . કારણ હજી તો બે વાત કરો ન કરો ત્યાતો તમે બોલો "હમ લેતે હૈ એક છોટા  સા બ્રેક ," બ્રેક લઇ લઈને તમે સાચ્ચે જ તૂટી ગયા હશો એવું મારું માનવું છે.
   ભાઈ જરા દયામાયા રાખો , ને હેરાન ઓછુ કરો , જ્યારે પણ વધારે ગરમાગરમી વાળા સમાચાર હોય ત્યારે જ તમે વધારે બ્રેક લ્યો . કારણ ત્યારે તમારે વધારે કમાવાનું હોય ને. કોઈક સામાજિક કાર્યકર્તા ને બોલાવો પછી એને સવાલ પૂછો ને જ્યારે એ જબરદસ્ત જવાબ આપતા હોય  ત્યારે તમે કહો “ હમ માફી ચાહતે હૈ પર હમારા વક્ત ખતમ હો ગયા , હમે આપકો યહાં રોકના હોગા.” ભાઈ તારી મરજી થી તારે બોલાવાના હોય ને તારી મરજી થી તારે રોકવાના હોય તો બોલાવે છે શું કામ ? કાલ સાંજ થી તારુ બોલવાનું ચાલુ હતું કે “બારા બજે તક કા વક્ત હૈ અગર બાપુ સામને સે નહિ આયે તો પોલીસ ઉન્હેં ગિરફ્તાર કર લેગી. “લે ન આવ્યા બાપુ સામેથી , ન ગિરફ્તાર થયા. તમેં શું કરી શક્યા ? કેમ સવાલ નથી કરતા કે કેમ પોલીસ ચુપચાપ બેઠી છે .. તમારી તકલીફ એક જ છે કે  તમારી ચેનલના આરોપી તમે જ, ફરિયાદી તમે ને તમે જ જજ.. મૂર્ખા તો અમે જ છીએ કે બેઠા રહીએ તમારી સામે રીમોટ લઈને .. ચાલો જવા દ્યો આ ન્યૂસ ચેનલ એક વ્યસન છે જેમાંથી મુક્ત થવું મુશ્કેલ છે .. પહેલા જ સારું હતું કે સાંજે ૬ વાગે ટીવી શરુ થતું ત્યારે એક વાર સમાચાર પછી ૭.૩૦ વાગે બાતમ્યા ને પછી રાતના ૯ વાગે પાછાં સમાચાર આવતા. પણ હવે શું થાય વ્યસની બની ગયા એટલે ભોગવવું પણ અમારે જ પડશેને.. પણ એક વાત કહી દઉ  કે તમારી પાસે બહુ પાવર છે જેનાથી તમે દુનિયા હલાવી શકો એમ છો તો પ્લીસ  એ પાવર નો ઉપયોગ કરો..

                                                                                   લી એક દર્શક