Sunday, September 1, 2013

મારો નવમો પત્ર

ઓહોહોહો ન્યુસચેનલવાળાઓ

   મને વિચાર આવે છે કે તમે કેટલા તૂટેલા હશો  . કારણ હજી તો બે વાત કરો ન કરો ત્યાતો તમે બોલો "હમ લેતે હૈ એક છોટા  સા બ્રેક ," બ્રેક લઇ લઈને તમે સાચ્ચે જ તૂટી ગયા હશો એવું મારું માનવું છે.
   ભાઈ જરા દયામાયા રાખો , ને હેરાન ઓછુ કરો , જ્યારે પણ વધારે ગરમાગરમી વાળા સમાચાર હોય ત્યારે જ તમે વધારે બ્રેક લ્યો . કારણ ત્યારે તમારે વધારે કમાવાનું હોય ને. કોઈક સામાજિક કાર્યકર્તા ને બોલાવો પછી એને સવાલ પૂછો ને જ્યારે એ જબરદસ્ત જવાબ આપતા હોય  ત્યારે તમે કહો “ હમ માફી ચાહતે હૈ પર હમારા વક્ત ખતમ હો ગયા , હમે આપકો યહાં રોકના હોગા.” ભાઈ તારી મરજી થી તારે બોલાવાના હોય ને તારી મરજી થી તારે રોકવાના હોય તો બોલાવે છે શું કામ ? કાલ સાંજ થી તારુ બોલવાનું ચાલુ હતું કે “બારા બજે તક કા વક્ત હૈ અગર બાપુ સામને સે નહિ આયે તો પોલીસ ઉન્હેં ગિરફ્તાર કર લેગી. “લે ન આવ્યા બાપુ સામેથી , ન ગિરફ્તાર થયા. તમેં શું કરી શક્યા ? કેમ સવાલ નથી કરતા કે કેમ પોલીસ ચુપચાપ બેઠી છે .. તમારી તકલીફ એક જ છે કે  તમારી ચેનલના આરોપી તમે જ, ફરિયાદી તમે ને તમે જ જજ.. મૂર્ખા તો અમે જ છીએ કે બેઠા રહીએ તમારી સામે રીમોટ લઈને .. ચાલો જવા દ્યો આ ન્યૂસ ચેનલ એક વ્યસન છે જેમાંથી મુક્ત થવું મુશ્કેલ છે .. પહેલા જ સારું હતું કે સાંજે ૬ વાગે ટીવી શરુ થતું ત્યારે એક વાર સમાચાર પછી ૭.૩૦ વાગે બાતમ્યા ને પછી રાતના ૯ વાગે પાછાં સમાચાર આવતા. પણ હવે શું થાય વ્યસની બની ગયા એટલે ભોગવવું પણ અમારે જ પડશેને.. પણ એક વાત કહી દઉ  કે તમારી પાસે બહુ પાવર છે જેનાથી તમે દુનિયા હલાવી શકો એમ છો તો પ્લીસ  એ પાવર નો ઉપયોગ કરો..

                                                                                   લી એક દર્શક 

No comments:

Post a Comment